Hanuman Chalisa Meaning In Gujarati – હનુમાન ચાલીસા અર્થ સહિત

Hanuman Chalisa Meaning In Gujarati PDF : ગુજરાતીમાં હનુમાન ચાલીસાનો અર્થ અને ભાવાર્થ સાથે અહીં પ્રસ્તુત કરેલ છે. હનુમાન ચાલીસાનો ભક્તિપૂર્વક જાપ કરવાથી ડર, રોગ અને બુરી શક્તિઓથી રક્ષણ મળે છે. આ પૃષ્ઠ પર તમે ગુજરાતી ભાષામાં હનુમાન ચાલીસાના સંપૂર્ણ શ્લોકો, તેમના સરળ અર્થ અને મફત PDF (Hanuman Chalisa Gujarati Meaning) ડાઉનલોડ વિકલ્પ શોધી શકો છો. હનુમાન ભક્તો માટે આ એક શક્તિશાળી પ્રાર્થના છે!

શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ,
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ.

અર્થ : શ્રી ગુરુદેવના ચરણ રજથી મારૂ મન પવિત્ર કરી હવે હું  શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરૂં છું. જે (ધર્મ, અર્થે કામ અને મોક્ષ) ચારે પ્રકારનાં ફળ આપનાર છે.

બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર,
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર્.

અર્થ : હું મારી જાતને બુદ્ધિહિન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું. હે પ્રભુ આપ મને બુદ્ધિ, બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો.

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ।
જય કપીશ તિહુ લોક ઉજાગર ।। ૧ ।।

અર્થ : જ્ઞાન અને ગુણોનાં સાગર શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો ! ત્રણેય લોકમાં કીર્તિમાન મારૂતિ, આપનો જય હો !

રામદૂત અતુલિત બલધામા ।
અંજનિ પુત્ર પવનસુત નામા ।। ૨ ।।

અર્થ : શ્રી રામજીના દૂત આપમાં અનંત શક્તિ છે આપનું અંજનિપુત્ર અને પવનપુત્ર નામજગ પ્રસિદ્ધ છે.

મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ।। ૩ ।।

અર્થ : આપ મહાવીર તથા મહાપરાક્રમી છો. આપનું શરીર વજ્ર સમાન છે. આપ કુબુદ્ધિનો નાશ કરનારા છો, અને સુબુદ્ધિના સહાયક છો.

કંચન વરણ વિરાજ સુવેશા ।
કાનન કુંડલ કુંચિત કેશા ।। ૪ ।।

અર્થ : હે કપિ શ્રેષ્ઠ, આપના દેહનો વર્ણ કંચન જેવો છે. કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાકડીયા વાળ છે. આપનું આ સ્વરૂપ અતિ સોહમણું છે.

હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ ।
કાંથે મૂંજ જનેવૂ સાજૈ ।। ૫ ।।

અર્થ : આપના હાથમાં ગદા અને ધ્વજા છે ખભા પર જનોઇ શોભાયમાન છે.

શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહાજગ વંદન ।। ૬ ।।

અર્થ : કેસરીનંદન આપ શંકરના અવતાર છો, આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે.

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર ।
રામ કાજ કરિવે કો આતુર ।। ૭ ।।

અર્થ : હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન ગુણવાન અને ચતુર છો, સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો,

પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા ।
રામલખન સીતા મન બસિયા ।। ૮ ।।

અર્થ : પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપને ઘણી આસક્તિ છે. શ્રીરામ, શ્રી લક્ષ્મણ અને સીતામૈયા આપના હ્રદયમાં કાયમ નિવાસ કરે છે.

સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા ।
વિકટ રૂપધરિ લંક જરાવા ।। ૯ ।।

અર્થ : સીતામૈયાને સુક્ષ્મરૂપ ધારણ કરી બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને બાળ હતી.

ભીમ રૂપધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ।। ૧૦ ।।

અર્થ : મહાભંયકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો.

Hanuman Chalisa Meaning In Gujarati PDF

લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ।। ૧૧ ।।

અર્થ : સંજીવની બુટ્ટી લાવી શ્રી લક્ષ્મણજીને જીવત્દાન આપ્યું તેથી અતિ હર્ષિત થઇ પ્રેમથી શ્રીરામજીએ આપને છાતીએ લગાવ્યા હતા.

રઘુપતિ કીન્હી બહુત બડાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ।। ૧૨ ।।

અર્થ : ભગવાન શ્રીરામે આપની ઘણી પ્રશંસા કરીને કહ્યું કે, ભરત જેટલો જ તું મારો પ્રિય ભાઇ છે

સહસ વદન તુમ્હરો યશગાવૈ ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ।। ૧૩ ।।

અર્થ : સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશગાન ગાય છે એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રીરામે આપને ગળે લગાડ્યા

સનકાદિક બ્રહ્માદિ મુનીશા ।
નારદ શારદ સહિત અહીશા ।। ૧૪ ।।

અર્થ : સનકાદિક ઋષિ, બ્રહ્મા, નારદ, સરસ્વતી શેષનાગ આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી.

યમ કુબેર દિગપાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ।। ૧૫ ।।

અર્થ : યમરાજ, કુબેર, દિગપાલ જેવાં દેવતા પણ આપનો મહિમા પૂર્ણરૂપે વર્ણન કરી શકતા નથી તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઇ રીતે કહી શકે ?

તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા ।
રામ મિલાય રાજપદ દીન્હા ।। ૧૬ ।।

અર્થ : આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રીરામ સાથે તેમનો મેળાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યા

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ।। ૧૭ ।।

અર્થ : આપનો મંત્ર વિભીષણે સ્વીકાર્યો અને તે લંકાનો રાજા થયો, આ વાત સમસ્ત વિશ્વ જાણે છે

યુગ સહસ્ર યોજન પર ભાનૂ ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ।। ૧૮ ।।

અર્થ : ઘટાથી હજારો જોજન દૂર સૂર્યનું મધુર ફળ માનીને આપ ગળી ગયા હતા

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી ।
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ।। ૧૯ ।।

અર્થ : શ્રીરામની વીંટી મોઢામાં રાખી આપ વિશાળ સમુદ્રને પાર કરી ગયા એમાં કાંઇ ખાસ આશ્ચર્ય નથી

દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ।। ૨૦ ।।

અર્થ : હે કેસરી નંદન સંસારમાં જે કઠિન કાર્ય છે તે આપની કૃપાથી સરળ બની જાય છે.

Full Meaning Of Hanuman Chalisa In Gujarati PDF

રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ।। ૨૧ ।।

અર્થ : આપ શ્રીરામના દ્વારપાળ છો, આપની આજ્ઞા વિના કોઇ અંદર પ્રવેશ કરી શકતો નથી.

સબ સુખ લહૈ તુમ્હારી શરણા ।
તુમ રક્ષક કાહૂ કો ડર ના ।। ૨૨ ।।

અર્થ : આપની શરણ જે કોઇ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો તેથી અમને કોઇ જ ડર નથી

આપન તેજ તુમ્હારો આપૈ ।
તીનોં લોક હાંક તે કાંપૈ ।। ૨૩ ।।

અર્થ : હે અંજની પુત્ર ! આપ જ આપનું તેજ સહન કરી શકો છો. આપના હુંકારથી ત્રણેય લોક કાંપવા લાગે છે.

ભૂત પિશાચ નિકટ નહિ આવૈ ।
મહવીર જબ નામ સુનાવૈ ।। ૨૪ ।।

અર્થ : ભક્તજન જ્યારે આપના નામનું રટન કરે છે, ત્યારે ભૂત – પ્રેત એમની પાસે આવતા નથી.

નાસૈ રોગ હરૈ સબ પીરા ।
જપત નિરંતર હનુમત વીરા ।। ૨૫ ।।

અર્થ : હે કેશરી નંદન ! આપનું નામ સતત જપનારના બધા રોગો દૂર થઇ જાય છે અને તેની બધી પીડા દૂર થઇ જાય છે.

સંકટ સે હનુમાન છુડાવૈ ।
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ।। ૨૬ ।।

અર્થ : હે અંજની પુત્ર ! જે ભક્ત મન, વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે, એને આપ બધી વિપત્તિથી બચાવો છો.

સબ પર રામ તપસ્વી રાજા ।
તિનકે કાજ સકલ તુમ સાજા ।। ૨૭ ।।

અર્થ : સર્વોપરી રાજા શ્રીરામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે, તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે.

ઔર મનોરધ જો કોયિ લાવૈ ।
તાસુ અમિત જીવન ફલ પાવૈ ।। ૨૮ ।।

અર્થ : હે કેશરી નંદન ! આપની સમક્ષ મનોરથ લઇને જે કોઇ વ્યક્તિ આવે છે તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે.

ચારો યુગ પરિતાપ તુમ્હારા ।
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ।। ૨૯ ।।

અર્થ : આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે. વિશ્વમાં આપની કીર્તિ, યશ પ્રકાશમાન છે.

સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકંદન રામ દુલારે ।। ૩૦ ।।

અર્થ : સાધુ, સંતના આપ રક્ષક છો, આપ રાક્ષસોના સંહાર કરનાર છો અને આપ શ્રીરામને અતિ પ્રિય છો

Hanuman Chalisa Meaning In Gujarati PDF

અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા ।
અસ વર દીન્હ જાનકી માતા ।। ૩૧ ।।

અર્થ : સીતામૈયાયે આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટસિધ્ધિ અને નવનિધિ ચાહો એને પ્રદાન કરી શકો.

રામ રસાયન તુમ્હારે પાસા ।
સાદ રહો રઘુપતિ કે દાસા ।। ૩૨ ।।

અર્થ : હે બજરંગબલી ! “શ્રીરામ” નામરૂપી રસાયણ આપની પાસે છે. આપ સદાય શ્રીરામની સેવામાં તત્પર રહો છો.

તુમ્હરે ભજન રામકો પાવૈ ।
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ।। ૩૩ ।।

અર્થ : આપનું ભજન કરનારને શ્રીરામનું દર્શન થાય છે. અને તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થઇ જાય છે.

અંત કાલ રઘુવર પુરજાઈ ।
જહાં જન્મ હરિભક્ત કહાઈ ।। ૩૪ ।।

અર્થ : તે અંતકાળે સાકેત ધામમાં જાય છે. કદાચ મૃત્યુલોકમાં જન્મે તો તેને શ્રીહરિના ભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે.

ઔર દેવતા ચિત્ત ન ધરયી ।
હનુમત સેયિ સર્વ સુખ કરયી ।। ૩૫ ।।

અર્થ : જે ભક્ત અન્ય દેવતાઓનું હ્રદયમાં સ્થાન ન રાખી શ્રી હનુમાનજી સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે.

સંકટ કટૈ મિટૈ સબ પીરા ।
જો સુમિરૈ હનુમત બલ વીરા ।। ૩૬ ।।

અર્થ : અતિ બળવાન વીર બજરંગબલીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે.

જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ ।
કૃપા કરો ગુરુદેવ કી નાઈ ।। ૩૭ ।।

અર્થ : શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો, આપ મારા પરમ કૃપાળુ ગુરૂદેવની જેમ કૃપા કરો.

જો શત વાર પાઠ કર કોઈ ।
છૂટહિ બંદિ મહા સુખ હોઈ ।। ૩૮ ।।

અર્થ : જે કોઇ વ્યક્તિ હનુમાન ચાલીસા નો સો વખત પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે.

જો યહ પડૈ હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ।। ૩૯ ।।

અર્થ : જે ભક્ત “હનુમાન ચાલીસા”નો નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે. આના સાક્ષાત્‌ ભગવાન શંકર સાક્ષી છે.

તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજૈ નાથ હૃદય મહ ડેરા ।। ૪૦ ।।

અર્થ : સંતશ્રી તુલસીદાસજી કહે છે કે, “સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું હે નાથ આપ મારા હ્રદયમાં નિત્ય બિરાજો”

પવન તનય સંકટ હરણ મંગળ મૂરતિ રૂપ્,
રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ્,

અર્થ : હે પવન પુત્ર હનુમાનજી, સર્વ સંકટોનો નાશ કરનારા, આપ મંગલમૂર્તિ રૂપ છો. આપ શ્રીરામ, લક્ષ્મણ અને સીતા મૈયા સહિત અમારા હ્રદયમાં નિત્ય બિરાજો.

Hanuman Chalisa Meaning In Gujarati PDF
Hanuman Chalisa Meaning In Gujarati PDF

Explore More :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top